કીટાહારી વનસ્પતિ


તેને અંગ્રેજીમાં “સન ડ્યૂ” કહે છે. તેનુ પર્ણદલ
ગોળાકાર હોય છે અને તેના પર ગદા જેવા આકારનાં અસંખ્ય સૂત્રાંગો આવેલાં હોય છે.
તેની ટોચ પર આવેલી ગ્રંથિ સૂર્યપ્રકાશમાં
ચળકતી હોવાથી તેને “ સન ડ્યુ” નામ આપવામાં આવ્યું છે.
ચળકતી ગ્રંથિઓને કારણે કીટક આકર્ષાય છે અને પર્ણદલ પર બેસે છે, તે સાથે જ સૂત્રાંગો કીટકને ઘેરી વળે
છે. ગ્રંથિઓ ચીકણા રસનો સ્ત્રાવ કરે છે; તેથી કીટક ફસાઈ જાય છે અને ત્યારબાદ
ગ્રંથિઓ પાચકરસનો સ્ત્રાવ કરી કીટકના પ્રોટિનનું શોષણ કરે છે.
કીટકોનો આહાર કરનારી વનસ્પતિ
આ વનસ્પતિ કીટક જેવાં
નાનાં પ્રાણીઓને મુખ્યત્વે પર્ણરચનમાં
ફેરફાર કરીને ફસાવે છે અને તેનામાં
શરીરમાંથી પોષણ મેળવે છે.આ વનસ્પતિઓ અન્ય સામાન્ય વંનસ્પતિઓની જેમ મૂળતંત્ર
દ્વારા પાણી અને ખનિજક્ષાર મેળવે છી અને પર્ણો દ્વારા પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયા દ્વારા ખોરાક પણ
બનાવે છે; પરંતુ ખોરાક્નો અમુક ભાગ - ખાસ કરીને પ્રોટીનયુક્ત
ખોરાક - કીટ્કોનું ભક્ષણ કરીને , તેમનું પાચન અને શોષણ કરીને મેળવે છે.
કીટાહારી વનસ્પતિઓમાં કળશપર્ણ, મુખજાળી, વિનસ-મક્ષીપાશ, અર્કજ્વર વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી ભારતમાં કળશપર્ણ , મુખજાળી, અને અર્કજ્વર સામાન્યરીતે જોવા મળે છે. મુખજાળી અને કળશપર્ણ દાર્જિલિંગ
અને આસામનાં જંગલોમાં જોવા મળે છે. અર્કજ્વર જલજ વનસ્પતિ હોવાથી ગુજરાતસહિત ભારતમાં લગભગ બધે જ જોવા મળે છે
કળશપર્ણ:
કળશપર્ણ:
કળશપર્ણનું
પર્ણદલ કીટાહાર માટે કળશ જેવો અંગમાં
રૂપાંતર પમેલું હોય છે. કળશના મુખ પર વિવિધ રંગનું આકર્ષક ઢાંકણ હોય છે.
તેની લંબાઈ 2.5 સેમી. થી15.0 સેમી. કે તેથી વધારે પણ હોય છે. કળશ-અંગ લીલું, નળાકાર અને નીચેથી પહોળું હોય છે.
કળશમુખની બહારની અને અંદરની ધાર પર અસંખ્ય મધુગ્રંથિઓ હોય છે. તેનો અંદરનો નીચેનો
ભાગ સરકણો હોય છે. કળશની અંદર નીચેના ભાગે વર્તુળાકારે કેશ ગોઠવાયેલા હોય છે. તેની
નીચેના ભાગની દીવાલની અંદરની સપાટીએ પાચક્ગ્રંથિઓ
આવેલી હોય છે. કળશનું પોલાણ પ્રવાહીથી ભરેલું હોય છે.
કીટક મધુગ્રંથિમાંથી સ્ત્રાવતા મધને ચૂસવા મુખની ધાર પર બેસે છે. અંદરની ધારની મધુગ્રંથિઓ વધારે મીઠી હોવથી તે અંદરની ધાર તરફ જાય છે. સરકણા પ્રદેશમાંથી તે સરકી કળશના તળિયે રહેલા પ્રવહીમાં પડે છે. તે બહાર આવવાના પ્રયત્નો કરે છે; પરંતુ વર્તુળાકારે રહેલા કેશ તેને અટકાવે છે. અંતે, કીટક પ્રવહીમાં ડુબી મ્રૂત્યુ પામે છે. પાચક્ગ્રંથી દ્વારા ઝરતો રસ કીટકના પ્રોટિનનું પાચન કરે છે
વિનસ મક્ષીપાસ:

આ
કીટાહારી વનસ્પતિનું પર્ણદલ મધ્યશિરાએથી બે
ખંડમાં વહેચાયેલું હોય છે. તેની કિનારી પર અનેક અસંવેદંશીલ કેશ અને
મધ્યમાં ત્રણ સંવેદંશીલ કેશ આવેલા હોય છે. કીટક રંગીન
પર્ણદલથી આકર્ષાઈ તેના પર બેસે છે ત્યારે સંવેદનશીલ કેશને કારણે ઝડપથી બિડાઈ
જાય છે. અસંવેદનશીલ કેશને કારણે
કીટક બહાર નીકળી શકતું નથી. પર્ણદલની સપાટી પર રહેલી પાચક્ગ્રંથીઓ દ્વારા તેનું પાચન થાય
છે.

અનિતા વી. પટેલ
દ્વારા પ્રસ્તુત
R.K. DESAI
COLLEGE OF EDU. VAPI .
YEAR – 208-19

Nice information mem
ReplyDeleteVery nice
ReplyDeleteGreat
ReplyDeleteNice
ReplyDelete