Posts

Showing posts from September, 2018
        દિકરી વ્હાલનો દરીયો .         
Image
કીટાહારી  વનસ્પતિ    કીટકોનો આહાર કરનારી  વનસ્પતિ       આ વનસ્પતિ કીટક જેવાં નાનાં પ્રાણીઓને   મુખ્યત્વે પર્ણરચનમાં ફેરફાર કરીને ફસાવે છે અને તેનામાં   શરીરમાંથી પોષણ મેળવે છે.આ વનસ્પતિઓ અન્ય સામાન્ય વંનસ્પતિઓની જેમ મૂળતંત્ર દ્વારા પાણી અને ખનિજક્ષાર મેળવે છી અને પર્ણો દ્વારા   પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયા દ્વારા ખોરાક પણ બનાવે છે ; પરંતુ ખોરાક્નો અમુક ભાગ ‌- ખાસ કરીને પ્રોટીનયુક્ત ખોરાક‌ - કીટ્કોનું ભક્ષણ કરીને , તેમનું પાચન અને શોષણ   કરીને મેળવે છે.     કીટાહારી વનસ્પતિઓમાં કળશપર્ણ , મુખજાળી , વિનસ-મક્ષીપાશ , અર્કજ્વર વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી ભારતમાં કળશપર્ણ , મુખજાળી , અને અર્કજ્વર સામાન્યરીતે જોવા મળે છે. મુખજાળી અને કળશપર્ણ દાર્જિલિંગ અને આસામનાં જંગલોમાં જોવા મળે છે. અર્કજ્વર જલજ વનસ્પતિ હોવાથી   ગુજરાતસહિત ભારતમાં લગભગ બધે જ જોવા મળે છે કળશપર્ણ: કળશપર્ણનું પર્ણદલ કીટાહાર માટે કળશ જેવો અંગમાં   રૂપાંતર પમેલું હોય છે. કળશના મુખ પર વિવિધ રંગનું આકર્ષક ઢાંકણ હોય છે. તેન...